અમદાવાદમાં હોસ્પિટલની દવાઓની બોટલમાં દારૂની તશ્કરીના કેસમાં સોલા પોલીસે દારૂ અને બિયરના જથ્થા સાથે રૂ.૫૦,૯૨,૯૮૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ કેસમાં બે શખ્સોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.સોલા પોલીસે માહિતીને આધારે એસ.જી.હાઈલે ગચા બ્રિજ તરફથી સોલા એલીવેટેડ બ્રિજ ચડવાના છેડા પરથી શંકાસ્પદ ટ્રક અટકાવ્યો હતો. તપાસ કરતા તેમાંથી દારૂ અને બિયરના ટીન મળીને કુલ રૂ.૩૦,૯૦,૪૮૦નો જથ્થો ઉપરાંત ૫૦,૯૦૪ હોસ્પિટલની દવાની બોટલો, ટ્રક તથા બે મોબાઈલ મળીને કુલ રૂ. ૫૦,૯૨,૯૮૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ કેસમાં પોલીસે .યાદવીંદરસિંઘ એ.ભુલ્લર અને તરલોચનસિંગ ગજનસિંઘ સંધુની ધરપકડ કરી હતી. બન્ને પંજાબના અમ-તસરના રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું હતું.તપાસમાં આરોપીઓહોસ્પિટલની દવાની બોટલોની આડમાં દારૂની તશ્કરી કરતા હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે.