બાબરામાં રઘુવીર સેના દ્વારા ગણેશ ઉત્સવ ૨૦૨૫ રઘુવંશી કા રાજાનું ભવ્ય આયોજન જલારામ મંદિર ખાતે કરવામાં આવેલું હતું. પાંચ દિવસના આયોજનમાં રઘુવીર સેના દ્વારા દરરોજ સવારે-સાંજે આરતી અને રાત્રે બાળકો માટે વિવિધ સ્પર્ધાઓ યોજાઇ હતી. તમામ બાળકોને રઘુવીર સેના તરફથી સ્ટેશનરી કીટ આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ ઉપરાંત લોહાણા સમાજના સમૂહ રાસ ગરબા અને સત્યનારાયણની કથા, અન્નકૂટ દર્શન, દીપમાળાના દર્શન, સમૂહ મહાઆરતી સહિતના આયોજનો કરવામાં આવેલા હતા. આ આયોજનમાં જય જલારામ ટ્રસ્ટ, લોહાણા મહાજન, વિરબાઈ મા સત્સંગ મંડળ અને દાતાઓ અને લોહાણા સમાજનો પૂરતો સહકાર મળેલ હતો.








































