પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને તેમના પુત્ર રણિંદર સિંહને પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. હાઈકોર્ટે નીચલી કોર્ટના આદેશોને પડકારતી તેમની અરજીઓ ફગાવી દીધી, જેમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) ને કથિત વિદેશી મિલકતો અને સ્વિસ બેંક ખાતાઓ સંબંધિત ગુપ્ત દસ્તાવેજાની તપાસ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. હાઈકોર્ટે ઈડીને ફ્રાન્સે ભારતના આવકવેરા વિભાગને આપેલી માહિતી જાવાની મંજૂરી આપી છે.જસ્ટીસ ત્રિભુવન દહિયાએ તેમના ૧૬ પાનાના આદેશમાં કહ્યું હતું કે તપાસ એજન્સી ઈડીને તપાસ માટે રેકોર્ડ જાવાની મંજૂરી આપવા પર કોઈ કાનૂની પ્રતિબંધ નથી. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે આવા નિરીક્ષણથી ભારત-ફ્રેન્ચ ડબલ ટેક્સેશન એવોઈડન્સ એગ્રીમેન્ટનું ઉલ્લંઘન થતું નથી. કોર્ટે એ પણ ભાર મૂક્યો કે એક વૈધાનિક સત્તા તરીકે, તપાસ એજન્સી ઈડીને કાયદા હેઠળ ગુનાઓની તપાસ કરતી વખતે ન્યાયિક રેકોર્ડની તપાસ કરવાનો અધિકાર છે.કોર્ટે ઈડીને ફરિયાદ રેકોર્ડની તપાસ કરવાની મંજૂરી આપી, પણ એમ પણ કહ્યું કે ઈડી દસ્તાવેજા જાઈ શકે છે અને તપાસમાં તેનો ઉપયોગ કરી શકે છે. જા કે, યોગ્ય કાનૂની પરવાનગી વિના માહિતી જાહેર કરી શકાતી નથી. જસ્ટીસ દહિયાએ ૩ આંતરસંબંધિત અરજીઓ પર ચુકાદો આપ્યો, જેમાંથી એક કેપ્ટન અમરિંદર સિંહ દ્વારા અને ૨ રણિન્દર સિંહ દ્વારા એકસાથે દાખલ કરવામાં આવી હતી, કારણ કે તેમાં કાયદાના સમાન પ્રશ્નો ઉભા થયા હતા.આ કેસ ૨૦૧૬ માં આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવેલી ફરિયાદોથી શરૂ થયો હતો, જેમાં અમરિંદર અને રણિન્દર પર કરચોરી અને વિદેશી સંપત્તિ છુપાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ ફરિયાદોમાં આવકવેરા અધિનિયમ, ૧૯૬૧ ની કલમ ૨૭૭ અને ભારતીય દંડ સંહિતાની ખોટી માહિતી આપવા અને ખોટી જુબાની આપવા સંબંધિત કલમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.આઇટી વિભાગની ફરિયાદને ટાંકીને, પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે જણાવ્યું હતું કે, “આવકવેરા વિભાગને વિદેશી અધિકારીઓ પાસેથી સત્તાવાર ચેનલો દ્વારા નક્કર માહિતી મળી હતી કે આરોપીઓ વિદેશી વ્યવસાયિક સંસ્થાઓ દ્વારા રાખવામાં આવેલી અને નિયંત્રિત વિદેશી સંપત્તિના લાભાર્થી છે. જેમાં એસએ જીનીવા, સ્વીટ્ઝર્લેંન્ડ સ્થિત એચએસબીસી પ્રાઇવેટ બેંકના બેંક ખાતાઓનો પણ સમાવેશ થાય છે. ફરિયાદમાં જેકારંડા ટ્રસ્ટ અને સંબંધિત સંસ્થાઓ તેમજ દુબઈ સ્થિત મિલકત સાથેના સંબંધોનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો. ૩૦ માર્ચ, ૨૦૧૬ ના રોજ, કેપ્ટન અમરિંદર સિંહને સમન્સ જારી કરવામાં આવ્યા હતા, જેમાં ટ્રસ્ટ અને દુબઈ સ્થિત પી ૨૯, મરીના મેન્શન મિલકત સાથેના તેમના સંબંધો વિશે માહિતી માંગવામાં આવી હતી, જે રેકોર્ડ દર્શાવે છે કે તેમની વિનંતી પર ટ્રાન્સફર કરવામાં આવી હતી.ડેટા ૨૮ જૂન, ૨૦૧૧ ના રોજ ફ્રાન્સથી ડીટીએએ હેઠળ મળેલી “માસ્ટર શીટ્સ”માંથી લેવામાં આવ્યો હતો, અને તેમાં ભારતીય પુરાવા અધિનિયમ હેઠળ પ્રમાણિત ફાઇલોનો પણ સમાવેશ થતો હતો. જ્યારે કેપ્ટન અમરિંદર અને રણિન્દરએ ઈડીની ઍક્સેસનો વિરોધ કર્યો હતો, અને દાવો કર્યો હતો કે આ દસ્તાવેજામાં ડીટીએએના ગુપ્તતા કલમ (કલમ ૨૮) હેઠળ ફ્રાન્સ દ્વારા શેર કરવામાં આવેલી “ગુપ્ત માહિતી” છે, જે કર અધિકારીઓ અને અદાલતોને જાહેર કરવા પર પ્રતિબંધ મૂકે છે. તેઓએ એવી પણ દલીલ કરી હતી કે માહિતી પૂરી પાડી શકાતી નથી કારણ કે ઈડી મૂળ પ્રાપ્તકર્તા ન હતો. જાકે, જસ્ટીસ દહિયાએ ગુપ્તતાની દલીલોને ફગાવી દીધી હતી અને લુધિયાણા કોર્ટના ઈડી નિરીક્ષણને મંજૂરી આપવાના આદેશને સમર્થન આપ્યું હતું.








































