વડીયા તાલુકામાં આવનાર દિવસોમાં ગણેશ વિસર્જન અને ઈદે મિલાદ બન્ને તહેવારો સાથે આવતા હોવાથી વડીયા પોલીસ સ્ટેશન ખાતે ખાસ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. વડીયા ઈન્ચાર્જ પીઆઈ એ.એન. ગાંગણાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં સરપંચ મનીષભાઈ ઢોલરીયા, તુષારભાઈ ગણાત્રા, અશ્વિનભાઈ મહેતા, ચેતનભાઈ દાફડા,અકિલભાઈ પઠાણ,મુન્નાભાઈ બાદશાહ, પપ્પુભાઈ મોગલ, ભીખુભાઈ વોરા તથા પત્રકારો હાજર રહ્યા હતા.
આ પ્રસંગે ગણેશજીની સ્થાપના કરનાર યુવાનોને સૂચના આપવામાં આવી કે સૌએ એકસાથે સુરવો નદીના ચેકડેમ ખાતે વિસર્જન કરવાનું રહેશે. બીજી તરફ મુસ્લિમ સમાજને પણ ઈદે મિલાદની ઉજવણી શાંતિપૂર્ણ રીતે કરવા અનુરોધ કરાયો હતો. બેઠકમાં તહેવારો દરમિયાન સૌહાર્દ અને શાંતિ જળવાઈ રહે તે માટે અપીલ કરવામાં
આવી હતી.