અમરેલી જિલ્લાના વડીયા ખાતે આવેલી વડીયા જૂથ વિવિધ કાર્યકારી સહકારી મંડળી લી.ની ૭૧મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. આ સભામાં મંડળીના પ્રમુખ જેઠાભાઇ રાંક અને મંત્રી સુધીર બરાળીયા દ્વારા વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા. મંડળી દ્વારા ગત નાણાકીય વર્ષમાં કુલ રૂ. ૧૩,૮૬,૫૦૦નો નફો નોંધાવવામાં આવ્યો હતો, અને સભાસદોને ૧૫% શેર ડિવિડન્ડ ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના જનરલ મેનેજર બી.એસ. કોઠીયાએ ખેડૂતોને બેંકની વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ સભામાં મંડળીના પ્રમુખ જેઠાભાઇ રાંક, મંત્રી સુધીર બરાળીયા, મધ્યસ્થ બેંકના બી.એસ. કોઠીયા, અરવિંદ કાનાણી, કમલેશ વઘાસીયા, પ્રશાંત તાળા સહિતના અગ્રણીઓ અને વડીયા વિસ્તારના ખેડૂત સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.






































