શહેરમાં હનીટ્રેપના એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. અઠવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ચોંકાવનારી ફરિયાદ મુજબ, આજથી અઢી વર્ષ પહેલા ત્રણેક જેટલા લોકોએ સાથે મળીને એક આધેડ વ્યકિતને પ્રેમજાળમાં ફસાવી તેના નિર્વસ્ત્ર વીડિયો બનાવી લગભગ ૧ કિલો સોનું અને ૫ કિલો ચાંદી સહિત દોઢ કરોડ રૂપિયા પડાવ્યા છે. જાકે આરોપીઓ ગજબનું ભેજું દોડાવી અસલી દાગીનાને નકલી સાથે બદલી દઈ આ આખો મામલો અઢી વર્ષ સુધી ગુપ્ત રહ્યા બાદ હાલ પીડિતના પરિવારને જાણ થતાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
વિગતે વાત કરીએ તો, આજથી અઢી વર્ષ પહેલા મેહુલ જડિયા, વિનોદ મનાની અને યુસુફ ચોકસી નામના શખ્સોએ સાથે મળીને આ હનીટ્રેપનું આખું તરકટ રચ્યું હતું. આ ત્રણેય ઠગબાજાએ પ્લાનિંગ મુજબ સુરત શહેરના બારડોલી–પલસાણા હાઈવે પર પીડિતને બોલાવ્યો હતો. અને તેઓએ એક યુવતી આ પીડિત આધેડની દોસ્તી કરાવી બાદમાં પ્રેમજાળમાં ફસાવ્યો હતો અને પછી આધેડનો નિર્વ† વીડિયો બનાવી બ્લેકમેલિંગનો ખેલ શરૂ કર્યો હતો. આ વીડિયો વાયરલ કરવાની તેમજ બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી સતત બ્લેકમેલિંગ શરૂ કરી તબક્કાવાર મોટા રૂપિયા પડાવવાનું શરૂ કર્યું હતું.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આ ઠગ ટોળકીએ પીડિત આધેડ પાસેથી અંદાજે કુલ ૧.૫૦ કરોડ રૂપિયા જેટલી ખંડણી વસૂલી હતી. આ દરમિયાન પીડિતના પિતાના નામે રહેલી લગભગ ૩૯ લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ તોડાવી આરોપીઓએ પૈસા લઈ લીધા હતા. માત્ર રોકડ જ નહીં પરંતુ પીડિતના પરિવારના કિંમતી દાગીના પણ આરોપીઓએ પોતાના કબજામાં લઈ લીધા હતા. અંદાજે ૧૩૦ તોલા(૧.૩૦ કિલો) સોનાના અને લગભગ ૫ કિલો ચાંદીના દાગીના પણ પડાવી લીધા હતા.
ચોંકાવનારી વાત તો એ છે કે, આટલી મોટી માત્રામાં સોનું ચાંદી પડાવ્યા બાદ આરોપીઓએ આખા કાંડને છુપાવવા ચાતુરાઈથી આ સોના ચાંદીના અસલી દાગીના બદલે આબેહુબ નકલી દાગીના તૈયાર કરાવી પીડિતના બેંકના લોકરમાં મૂકી દીધા હતા. જેથી પીડિતના પરિવારને અઢી વર્ષ સુધી કોઈ જ પ્રકારની જાણ પણ નહોતી થઈ કે, તેમના પરિવારના સભ્ય હનીટ્રેપમાં ફસાયા છે. પીડિત વ્યકિત સતત ધમકી અને માનસિક દબાણના કારણે કોઈને વાત કરવા હિંમત કરી શક્્યો નહોતો. જાકે તાજેતરમાં તેના પુત્રને સમગ્ર ઘટનાની જાણ થતાં તેણે પિતાને હિંમત આપી અને આખરે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
હાલ આ ફરિયાદના આધારે અઠવા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ગેંગના મુખ્ય આરોપી મેહુલ જડિયા અને વિનોદ મનાનીની ધરપકડ કરી છે. જ્યારે આ કેસમાં સંડોવાયેલો અન્ય આરોપી યુસુફ ચોકસી ફરાર હોવાનું જાણવા મળ્યું છે, જેને ઝડપી લેવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ હવે આ સમગ્ર ગેંગની કામગીરીની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. તપાસમાં આ ટોળકીએ અન્ય લોકોને પણ આવી જ રીતે હનીટ્રેપમાં ફસાવી ખંડણી વસૂલ કરી છે કે કેમ તેની પણ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે આ કેસ શહેરમાં હનીટ્રેપના વધતા ખતરાને લઈને ફરી એકવાર ચિંતાજનક પરિસ્થિતિ ઉભી કરે છે.









































