સાવરકુંડલા શહેરની એમ.એલ. શેઠ સ્કૂલના વિદ્યાર્થીઓએ અમરેલી ખાતે યોજાયેલા શસ્ત્ર પ્રદર્શનની ઉત્સાહભેર મુલાકાત લીધી હતી. વિદ્યાર્થીઓએ ભારતીય સુરક્ષા દળો અને પોલીસ દ્વારા ઉપયોગમાં લેવાતા વિવિધ આધુનિક શસ્ત્રો, રાઇફલો, રિવોલ્વર તથા સુરક્ષા સાધનો નિહાળ્યા હતા. અધિકારીઓએ વિદ્યાર્થીઓને શસ્ત્રોની કાર્યપધ્ધતિ અને દેશની સુરક્ષામાં તેમના મહત્વ વિશે માહિતી આપી હતી. વિદ્યાર્થીઓએ જિજ્ઞાસાપૂર્વક પ્રશ્નો પૂછી જ્ઞાન મેળવ્યું હતું. આચાર્ય અને શિક્ષકોએ પ્રવાસને સફળ ગણાવ્યો હતો.







































