નૂતન કેળવણી મંડળ સંચાલિત વી. ડી. આર્ટસ અને શ્રી એમ. આર. સંઘવી કોમર્સ કોલેજ, સાવરકુંડલા ખાતે એનસીસી યુનિટની શુભેચ્છા મુલાકાતે ભારતીય સેનાના ઉચ્ચ અધિકારીઓ પધારતા સમગ્ર કેમ્પસમાં દેશભક્તિ અને શિસ્તનો અનોખો માહોલ સર્જાયો હતો. ભાવનગરની ૬ઠ્ઠી બટાલિયન સાથે સંલગ્ન આ યુનિટના કેડેટ્‌સને પ્રોત્સાહિત કરવા માટે ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર સૂશીન બિશ્વાસ અને કમાન્ડિંગ ઓફિસર આશુતોષ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ કેડેટ્‌સ સાથે સંવાદ સાધીને સંરક્ષણ દળોમાં કારકિર્દી બનાવવા માટે માર્ગદર્શન પૂરું પાડ્‌યું હતું.