સાવરકુંડલા પંથકમાં છેલ્લા દોઢેક મહિનાથી વરસાદ ખેંચાતા ખેડૂતો અને પશુપાલકોની મુશ્કેલી વધી છે.
આકાશમાં કાળાડીબાંગ વાદળો ઘેરાય છે, પરંતુ વરસાદ વરસ્યા વગર જ છટકી જાય છે. લાંબા વિરામને કારણે ઉભો પાક સુકાવા લાગતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હાલ ચોમાસું પાક નિષ્ફળ જવાની અણી પર પહોંચ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે એક સારો સાર્વત્રિક વરસાદ પડે તો પાક સંપૂર્ણ બચે નહીં તો પણ પશુઓ માટે ઘાસચારો અને પીવાના પાણીની સમસ્યા હળવી થઈ શકે. ખેતીમાં કરેલો ખાતર, બિયારણ અને મજૂરીનો ખર્ચ માથે પડે તેવી સ્થિતિ છે. ખેડૂતો દ્વારા સ્થળ તપાસ અને સર્વે કરી સાવરકુંડલા પંથકને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી આર્થિક સહાય અને રાહત આપવાની માંગ ઉઠી છે.