સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નં. ૮ના સભ્ય મેઘાબેન ગઢિયાએ GUDC ની ગટર યોજનાની કામગીરીમાં ગંભીર બેદરકારી દર્શાવી છે. તેમણે પીવાની મુખ્ય DI લાઈન ગટર વચ્ચે જ દાટી દેવાઈ હોવાનો આક્ષેપ કર્યો છે. ગટર લીકેજથી પીવાનું પાણી દૂષિત થવાની ભીતિ વ્યક્ત કરી તેમણે સાત દિવસમાં લાઈન અલગ કરવા, પેમેન્ટ રોકવા અને જવાબદાર એન્જિનિયર સામે પગલાં લેવાની ચીમકી આપી છે.








































