બાબરાના ખંભાળા ગામે રહેતા કાજલબેન મનુભાઈ વાળા (ઉ.વ.૩૭)એ જસદણના વડોદ ગામે રહેતા પતિ મુકેશભાઇ કરશનભાઇ ભટ્ટી, સસરા કરશનભાઇ ગોવિંદભાઇ ભટ્ટી, સાસુ જસુબેન કરશનભાઇ ભટ્ટી સામે ફરિયાદ નોંધાવી હતી. તેમના લગ્ન આજથી તેર વર્ષ પહેલા મુકેશભાઈ ભટ્ટી સાથે થયા હતા. લગ્ન બાદ આરોપીઓ સાથે સંયુક્ત પરિવારમાં રહેતા હતા. આરોપીઓએ થોડો સમય તેમને સારી રીતે રાખ્યા બાદ મેણાટોણા મારી શારીરિક માનસિક દુઃખ ત્રાસ આપતા હતા. પતિ દારૂ પી આવીને હેરાન પરેશાન કરી ઢીકાપાટુ વડે માર મારતા હતા. સાસુ-સસરાએ ચડામણી કરતાં બિભત્સ શબ્દોમાં ગાળો આપી હતી. પતિએ તેમને તથા તેમના સંતાનોને મુકીને અન્ય સ્ત્રી સાથે મૈત્રી કરાર કરી લીધા હતા. અને આરોપીનો ત્રાસ સહન ન થતા સંતાનો સાથે પોતાના પીયરમાં આવતા રહ્યા હતા. પતિને ફોન કરી તેડી જવા જણાવતા તેમણે ફોનમાં બિભત્સ શબ્દોમાં ગાળો આપી, જાનથી મારી નાખવાને ધમકી આપી હતી. દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી એ ચારોલા વધુ તપાસ કરી રહ્યા છે.







































