ધજડીની પ્રાથમિક શાળામાં વાસમો WASMO યોજના અંતર્ગત પાણીની શુદ્ધતા ચકાસવા માટેના એક વિશેષ શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમરેલીના વોટર ટેસ્ટિંગ મેનેજર હામાંભાઈ બલદાણીયા દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પાણીના પરીક્ષણ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમણે પાણીના વિવિધ નમૂનાઓ લઈ તેનું પ્રત્યક્ષ પરીક્ષણ કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું કે પાણીમાં TDS નું પ્રમાણ કેટલું હોવું જોઈએ અને આરોગ્યપ્રદ પીવાલાયક પાણીના માપદંડો શું છે. શાળાના ગણિત-વિજ્ઞાન શિક્ષક રમણીકભાઈ મારુએ પણ આ પ્રક્રિયામાં જોડાઈને પાણીનું ટેસ્ટિંગ કર્યું હતું. શિક્ષક ઉમેશભાઈ વરમોરા, પરેશભાઈ સતાસીયા, વિશાલભાઈ ગોહિલ તથા ગુલાબબેન કથીરિયા પણ પરીક્ષણમાં જોડાયા હતા. આ પ્રસંગે શાળાના આચાર્ય રવજીભાઈ બગડાએ વાસમો ટીમનો આભાર માન્યો હતો.






































