એસએ ૨૦ ડોમેસ્ટિક  ટી ૨૦ લીગની નોકઆઉટ મેચો હાલમાં દક્ષિણ આફ્રિકામાં ચાલી રહી છે. ચાલુ સીઝનની બીજી ક્વોલિફાયર મેચ સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપ અને પાર્લ રોયલ્સ વચ્ચે રમાઈ હતી. સનરાઇઝર્સે મેચ ૭ વિકેટથી જીતી હતી. આનાથી સતત ચોથી સિઝનમાં ટુર્નામેન્ટ ફાઇનલમાં તેમનું સ્થાન નિશ્ચિત થયું. આ સાથે, સનરાઇઝર્સ ટી ૨૦ ફ્રેન્ચાઇઝ ક્રિકેટમાં પ્રથમ સતત ચાર સિઝનમાં ફાઇનલમાં પહોંચનારી બીજી ટીમ બની.
સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપ પહેલા, બિગ બેશ લીગમાં પર્થ સ્કોર્ચર્સે આ સિદ્ધિ હાંસલ કરી હતી. પર્થ સ્કોર્ચર્સ સતત બીબીએલની પ્રથમ ચાર સિઝનમાં ફાઇનલમાં પહોંચ્યા હતા. પર્થ ટીમ ૨૦૧૧ થી ૨૦૧૪ સુધી દર વખતે ફાઇનલમાં પહોંચી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ પ્રથમ ચાર સિઝનમાં ત્રણ વખત ફાઇનલમાં પહોંચી હતી. સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપ ૨૦૨૩, ૨૦૨૪, ૨૦૨૫ અને ૨૦૨૬ માં ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી ચુક્યા  છે.
બીજા ક્વોલિફાયરમાં, પારલ રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા ૭ વિકેટે ૧૧૪ રન બનાવ્યા. જવાબમાં, સનરાઇઝર્સે આ લક્ષ્ય માત્ર ૧૧.૪ ઓવરમાં હાંસલ કર્યું. તેઓએ ૩ વિકેટે ૧૧૭ રન બનાવીને મેચ સરળતાથી જીતી લીધી. સેનુરન મુથુસામી સનરાઇઝર્સની જીતનો હીરો રહ્યો, તેણે શાનદાર બોલિંગ કરી અને ત્રણ વિકેટ લીધી. સીઝન ફાઇનલ ૨૫ જાન્યુઆરીએ કેપટાઉનના ન્યુલેન્ડ્‌સ સ્ટેડિયમ ખાતે રમાશે. અહીં, ઇસ્ટર્ન કેપ ટીમ પાસે પ્રિટોરિયા કેપિટલ્સ સામે પ્લેઓફમાં મળેલી હારનો બદલો લેવાની અને ત્રીજી વખત ટાઇટલ જીતવાની તક હશે.
સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપ ટીમ જીછ૨૦ ઇતિહાસમાં સૌથી સફળ ટીમ છે. તેઓએ છેલ્લા ત્રણ સીઝનમાં બે વાર ટાઇટલ જીત્યું છે અને એક સીઝનમાં રનર-અપ રહી છે.એસઇસીએ ૨૦૨૩ અને ૨૦૨૪ માં એસએ ૨૦ ટાઇટલ જીત્યું હતું. તેઓ ૨૦૨૫ માં રનર-અપ તરીકે સમાપ્ત થયા હતા, જેમાં એમઆઇ કેપ ટાઉને આ સીઝનમાં ટાઇટલ જીત્યું હતું. હવે, સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ પાસે ત્રીજી વખત ટાઇટલ જીતવાની તક હશે. આ સીઝનની ફાઇનલમાં તેઓ કેવું પ્રદર્શન કરે છે તે જાવું રસપ્રદ રહેશે.