સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ અમરેલી જિલ્લા દ્વારા સંત શિરોમણી રોહીદાસ મહારાજની જન્મજયંતીને જાહેર અને ફરજિયાત રજા તરીકે જાહેર કરવા માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું. અમરેલી જિલ્લા કલેક્ટર મારફત મુખ્યમંત્રીને આ આવેદનપત્ર પાઠવાયું હતું. સંત રોહીદાસ જન્મજયંતી સમગ્ર દેશમાં અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ઉત્સવરૂપે ઉજવાય છે. પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં આ દિવસે ફરજિયાત જાહેર રજા છે, જ્યારે ગુજરાતમાં ભૂતકાળમાં મરજીયાત રજા જાહેર કરવામાં આવી હતી. સમાજની લાગણીને ધ્યાનમાં રાખી આ રજાને જાહેર અને ફરજિયાત બનાવવા રજૂઆત કરાઈ. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ જીજ્ઞેશ દાફડા, લક્ષ્મણભાઈ બગડા, ગીતાબેન સોલંકી, સુરેશભાઈ મહિડા, સુરેશભાઈ પરમાર સહિત આગેવાનો હાજર રહ્યા હતા.







































