લાઠી નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા તા. ૫ ઓક્ટોબર, ૨૦૨૬ સોમવારે ‘સેવા સેતુ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. કાર્યક્રમ સવારે ૯ કલાકે લાઠી નગરપાલિકા ખાતે શરૂ થશે. નાગરિકોને વિવિધ સરકારી સેવાઓનો લાભ ઝડપથી, પારદર્શક રીતે અને સરળતાથી એક જ સ્થળે મળી રહે તે મુખ્ય હેતુ છે. કાર્યક્રમમાં આધારકાર્ડ અપડેશન, નવી નોંધણી, સામાજિક સુરક્ષા પેન્શન, આવક, જાતિ અને EWS પ્રમાણપત્ર સહિતની સેવાઓ મળશે. આરોગ્ય વિભાગની મા કાર્ડ, આયુષ્માન ભારત, મહેસૂલ વિભાગ, રેશનકાર્ડ તેમજ નગરપાલિકાની વિવિધ નાગરિકલક્ષી સેવાઓનો પણ લાભ આપવામાં આવશે. લાઠી શહેરના તમામ નાગરિકોને આ લોક કલ્યાણકારી કાર્યક્રમનો લાભ લેવા માટે આમંત્રણ અપાયુ છે. કાર્યક્રમનું આયોજન પ્રમુખ દયાબેન સી. જમોડ અને ચીફ ઓફિસર એચ.એ. કાતરિયા દ્વારા કરવામાં આવ્યુ છે.






































