લવજેહાદના ગુના સંદર્ભે કાર્યવાહી ન કરવા માટે ૨ લાખ રૂપિયાની લાંચ લેતા વડોદરા ગ્રામ્યના પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એ.ચારણના મળતીયાની છઝ્રમ્એ ધરપકડ કરી હતી. જ્યારે પી.આઈ ચારણ સામે ગુનો દાખલ કર્યો હતો.
આ કેસની વિગત મુજબ ફરીયાદી તથા સાહેદનાઓ સાથે ગઇ તા.૯.૪.૨૦૨૬ના રોજ બપોરના સમયે આશરે ત્રણેક એક વાગે ઝઘડો થયો હતો. જેમાં ફરીયાદી તથા સાહેદને પાદરા પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા.. જે દરમ્યાન પાદરા પોલીસે તેઓ વિરૂધ્ધમાં અટકાયતી પગલાની કામગીરી કરી હતી. તેમજ પી.આઈ.વી.એ.ચારણ પાદરા પોલીસ સ્ટેશન વડોદરા ગ્રામ્ય નાઓને ફરીયાદી સાહેદને જણાવેલ કે આમા લવજેહાદનો ગુનો બનતો હોવાથી આગળની કાર્યવાહી ન કરવી હોય તો આરોપી સાજીદઅલી ગુલામરસુલ સૈયદ (ખાનગી વ્યક્તિ)ને મળી લેવા જણાવ્યું હતું..
જે આધારે આરોપી સાજીદઅલીએ આરોપી પીઆઈ વી.એ.ચારણ સાથે મળીને સૌપ્રથમ રૂ.૬,૦૦,૦૦૦ ની માંગણી આ કામના ફરીયાદી તથા સાહેદ પાસે કરી હતી. પરંતુ આ કામના ફરીયાદી સાહેદનાઓ પાસે રૂપિયા ન હોવાથી રકઝકના અંતે રૂ.૨,૦૦,૦૦૦ લાંચ પેટે લેવાનુ નકકી કર્યું હતું. જેમાં આરોપી સાજીદઅલીએ ફરીયાદી તથા સાહેદનાઓને લવજીહાદ જેવા કેસમાં કાયદેસરની કાર્યવાહી નહી કરવા સારૂ રૂ.૨,૦૦,૦૦૦ની માંગણી આરોપી વી.એ.ચારણના કહેવાથી કરી હતી.
બાદમાં આરોપી સાજીદઅલીએ ફરીયાદી તથા સાહેદને લાંચના રૂપિયા આપી દેવા સારૂ વારંવાર ફોનથી માંગણી કરતા હતા. જે લાંચના રૂપિયા ફરીયાદી તથા સાહેદ આપવા માંગતા ન હોય જેથી તેઓએ વડોદરા ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનનો પોતાની ફરીયાદ હકીકત જણાવી હતી. . જે આધારે આજરોજ બે સરકારી પંચો રૂબરૂ આરોપી સાજીદઅલીએ લાંચની રકમ રૂ.૨,૦૦,૦૦૦ ફરીયાદી તથા સાહેદ પાસેથી સ્વીકારી આરોપી પીઆઈ વી.એ.ચારણને લાંચના રૂપિયા આવી ગયા હોવાની વાત કરી હતી. બાદમાં આરોપી સાજીદઅલીએ લાંચના નાણા સ્વીકાર્યા હતા.. જે પંચો રૂબરૂ કબજે કરેલ છે અને સ્થળ ઉપર તેઓને રંગે હાથ ઝડપી લીધા હતા.જ્યારે આરોપી પી.આઈ. ચારણ હાલ હાજર મળી આવ્યા ન હતા.