શ્રીમતી એચ.બી. સંઘવી મહિલા આટ્‌ર્સ એન્ડ કોમર્સ કોલેજ, રાજુલાના એન.એસ.એસ. યુનિટ-૧ અને ૨ દ્વારા તારીખ ૨૬ને શુક્રવારના રોજ ખાસ વાર્ષિક શિબિરનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ રવિભાઈ વ્યાસ, કેમ્પસ ડાયરેક્ટર ડો. જીગ્નેશભાઈ વાજા, પ્રિન્સિપાલ ડો. રીટાબેન રાવળ, એસ.એમ.સી. કમિટીના અધ્યક્ષ નયનાબેન કાકલોતર, રાજુભાઈ મકવાણા, યોગેશભાઈ કાનાબાર તથા ગ્રામજનોના સહયોગથી દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.