તરવડા ગુરુકુળના રજત જયંતિ મહોત્સવ નિમિત્તે લાયન્સ ક્લબ ઓફ અમરેલી મેઈન અને વેદ વોલન્ટરી બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાયજ્ઞમાં કુલ ૯૫ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું અને સાથે ડાયાબિટીસ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું દીપ પ્રાગટ્ય પ્રમુખ લાયન બકુલ ભટ્ટ તથા કાંતિલાલ વઘાસીયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાતાઓ દ્વારા ઉત્સાહપૂર્વક રક્તદાન કરવામાં આવ્યું હતું, જેના થકી કુલ ૯૫ યુનિટ રક્તની બોટલ એકત્રિત થઈ હતી. રક્તદાનની સાથે સાથે અહીં ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ અનેક લોકોએ લીધો હતો. આ તકે લાયન સેક્રેટરી રજની ધોરાજીયા, લાયન રાજુભાઈ પરીખ, લાયન જે.ડી. સાવલીયા, લાયન મેહુલ બાબરીયા અને લાયન સંજય રાજપરા હાજર રહ્યા હતા અને કાર્યક્રમ તથા કેમ્પને સફળ બનાવ્યો હતો તેમ ક્લબની યાદીમાં રાજુભાઈ પરીખ જણાવે છે.