રાજુલા પોલીસ સ્ટેશનની ટીમે એક વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પકડાયેલ આરોપી છેલ્લા એક વર્ષથી રકમ ભરતો ન હતો અને કોર્ટની મુદતે ગેરહાજર રહેતો હતો. માનવ સંસાધનો અને ટેકનિકલ સોર્સના આધારે રાજુલા પોલીસે આરોપી ઘનશ્યામ અનાભાઇ બારૈયાને હિંડોરણા ખાતેથી પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.