અમરેલી જિલ્લાની પરિણીતાઓ પર સાસરિયાના સિતમની ઘટનામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. રાંઢીયા ગામની યુવતીને પતિએ ઘરકામ આવડતું નથી તું મારા લાયક નથી કહી ત્રાસ આપ્યો હતો. હાલ રાંઢીયા ગામે રહેતી હિનાબેન ગીરધરભાઇ રામાણી (ઉ.વ.૩૬)એ સુરતના મોટા વરાછામાં રહેતા પતિ નીકુલભાઇ કાળુભાઇ વાવડીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના લગ્નની તા.૦૮/૦૨/૨૦૧૪ થી તા.૦૧/૦૯/૨૦૨૨ દરમ્યાન સુરત મુકામે તેમને તેના પતિએ ઘરકામ આવડતું નથી, તું મારા લાયક નથી તેમ કહી અવાર-નવાર મેણાટોણા મારી શારિરીક માનસીક દુઃખ ત્રાસ આપી ગાળો આપી ઢીકાપાટુનો મુંઢ માર મારી ઘરેથી કાઢી મુકી હતી.પતિના ત્રાસથી કંટાળીને પત્નીએ ફરિયાદ કરી હતી. અમરેલી મહિલા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.કે.સોળીયા વધુ તપાસ કરી રહ્યા છે.