અમરેલી તાલુકાના મોટા ભંડારીયા ગામે આરસીસી રોડ અને ગટરનાં વિકાસકાર્યોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાત રાજ્યના મંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સતાધારના મહંત વિજયબાપુએ આશીર્વચન પાઠવ્યાં હતાં. આ તકે ખેડૂત અગ્રણી જયસુખભાઈ કસવાલા, ગ્રામ પંચાયતની બોડીના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.







































