નવી દિલ્હીઃ વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી. બંને નેતાઓ આગામી વર્ષોમાં ભારત અને વેનેઝુએલા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા સંમત થયા. પીએમ મોદી અને રોડ્રિગ્ઝ વચ્ચેનો આ ફોન કોલ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્નીની અમેરિકા દ્વારા અટકાયત બાદ પહેલી વાતચીત હતી.
વડાપ્રધાન મોદીએ તેમના x એકાઉન્ટ પર લખ્યું, “વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ શ્રીમતી ડેલ્સી રોડ્રિગ્ઝ સાથે વાત કરી. અમે આવનારા વર્ષોમાં ભારત-વેનેઝુએલા સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાના સહિયારા વિઝન સાથે, તમામ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય ભાગીદારીને વધુ ગાઢ અને વિસ્તૃત કરવા સંમત થયા છીએ.” રોડ્રિગ્ઝે ૫ જાન્યુઆરીએ કાર્યકારી રાષ્ટ્રપતિનું પદ સંભાળ્યું, બે દિવસ પછી કે જ્યારે યુએસ દળોએ તેમના પુરોગામી, નિકોલસ માદુરોને ન્યૂયોર્કમાં ટ્રાયલ માટે ધરપકડ કરી.
ભારત-વેનેઝુએલા આ ક્ષેત્રોમાં ભાગીદાર બનશે. વડાપ્રધાન કાર્યાલય તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને નેતાઓ વેપાર અને રોકાણ, ઉર્જા, ડિજિટલ ટેકનોલોજી, આરોગ્ય, કૃષિ અને લોકો-થી-લોકોના સંબંધો સહિત તમામ ક્ષેત્રોમાં ભારત-વેનેઝુએલા ભાગીદારીને વધુ વિસ્તૃત અને ગાઢ બનાવવા સંમત થયા હતા. તેમણે પરસ્પર હિતના વિવિધ પ્રાદેશિક અને વૈશ્વીક મુદ્દાઓ અને ગ્લોબલ સાઉથ પર ચર્ચા કરી. તેમણે તેમના ગાઢ સહયોગના મહત્વ પર ભાર મૂક્યો. આ ફોન કોલ ૩ જાન્યુઆરીના રોજ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની યુએસ ધરપકડ પછી આવ્યો છે. આ વાટાઘાટો વેનેઝુએલા સાથે ભારતના ઊર્જા અને વેપાર સંબંધોને મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે, ખાસ કરીને વેનેઝુએલામાંદ્ગય્ઝ્રના રોકાણો અને ડિવિડન્ડ ચુકવણીના સંદર્ભમાં.










































