ભુજ ડેપો દ્વારા ભુજ-ધારી વાયા રાજકોટ,બગસરા બસ શરૂ કરવામાં આવતા બગસરા પંથકના મુસાફરોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે બગસરા-ભુજ બસ શરૂ કરવા માટે તંત્ર સમક્ષ અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી આ બાબતે સામાજિક સંસ્થાઓએ પણ રજૂઆત કરી હતી પરંતુ બગસરા એસટી વિભાગ દ્વારા આ બસ શરૂ કરવામાં ન આવતા આખરે ભુજ ડેપો દ્વારા ભુજ-ધારી વાયા બગસરા બસ શરૂ કરવામાં આવી હતી જેથી શહેરની સામાજિક સંસ્થાઓ ચેમ્બર ઓફ કોમર્સ અને પેસેન્જર્સ એસોસિયેશન દ્વારા ભુજ-ધારી એસટી બસના ડ્રાઇવર અને કંડકટરનું શાલ ઓઢાડી મોઢું મીઠું કરાવી બસનું સ્વાગત કર્યું હતું. આ બસ બગસરાથી રાજકોટ,મોરબી, અંજાર જવા માટે રાત્રિના ૮ કલાકે મળી રહેશે અને આ બસ એસી હોવાથી મુસાફરોને રાહત થશે.