બાબરા-વાસાવડ રોડ પર બ્રિજના કામો ચાલતા હોવાથી ચમારડી અને વાવડી વચ્ચે કાચા ડાયવર્ઝનને કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આ ગંભીર સમસ્યા અંગે ચૂંટણી દરમિયાન જિલ્લા પંચાયત સદસ્ય મીનાબેન પ્રભાતભાઈ કોઠીવાળે માર્ગ અને મકાન વિભાગને સચોટ રજૂઆત કરી હતી. જેના પરિણામે વહીવટી તંત્ર દ્વારા ત્રણેય ડાયવર્ઝન પાકા ડામરના બનાવી દેવામાં આવ્યા છે. જિલ્લા પંચાયત સદસ્યના પ્રતિનિધિ પ્રભાતભાઈ કોઠીવાળ, તાલુકા ભાજપ મંત્રી જયસુખભાઈ રામાણી અને જયેશભાઈ સુતરીયાએ આ સ્થળની રૂબરૂ મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી હતી. આ કામમાં ધારાસભ્ય જનકભાઈ તળાવીયા તેમજ ભરતભાઈ સુતરીયાએ પણ વ્યક્તિગત રસ દાખવ્યો હતો. જનપ્રતિનિધિઓએ ચૂંટણીમાં આપેલું વચન પાળી બતાવતા સ્થાનિકો અને હજારો વાહનચાલકોમાં ભારે હર્ષની લાગણી ફેલાઈ છે.