આઇપીએલ ૨૦૨૬ ની ૬૬મી મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચ પછી, ઓરેન્જ કેપ રેસમાં મોટો ઉલટફેર જાવા મળ્યો. આ મેચ પહેલા, રાજસ્થાન રોયલ્સનો વૈભવ સૂર્યવંશી ઓરેન્જ કેપ યાદીમાં ટોચ પર હતો, પરંતુ હવે તે ત્રીજા સ્થાને સરકી ગયો છે. દરમિયાન, ગુજરાત ટાઇટન્સના બે બેટ્‌સમેન, શુભમન ગિલ અને સાઇ સુદર્શન, ટોચના બેમાં જાડાયા છે. આ સિઝનમાં ૬૦૦ થી વધુ રન બનાવનારા તેઓ એકમાત્ર બેટ્‌સમેન છે.
ચાલુ આઇપીએલ સિઝનમાં સૌથી વધુ રન બનાવનારા સાઇ સુદર્શન છે. તેણે અત્યાર સુધી ૧૪ મેચોમાં ૧૪ ઇનિંગ્સમાં ૬૩૮ રન બનાવ્યા છે, જે યાદીમાં ટોચ પર છે. સુદર્શનના સાથી અને ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલ બીજા ક્રમે છે. ગિલે પણ આ સિઝનમાં ૧૩ મેચ રમી છે અને ૧૩ ઇનિંગ્સમાં ૬૧૬ રન બનાવ્યા છે. બંને બેટ્‌સમેનોએ ચેન્નાઈ સામેની મેચમાં ૬૦૦ રનનો આંકડો પાર કર્યો છે.
રાજસ્થાન રોયલ્સ માટે ૧૫ વર્ષીય ઓપનિંગ બેટ્‌સમેન વૈભવ સૂર્યવંશી ત્રીજા ક્રમે છે. સૂર્યવંશીએ આ સિઝનમાં અત્યાર સુધીમાં ૧૩ મેચ રમી છે અને ૫૭૯ રન બનાવ્યા છે. દરમિયાન, લખનૌ સુપર જાયન્ટ્‌સના વિસ્ફોટક બેટ્‌સમેન મિશેલ માર્શ હવે ચોથા નંબરે છે, જેણે ૧૩ મેચમાં ૫૬૩ રન બનાવ્યા છે. જીઇૐના હેનરિક ક્લાસેન યાદીમાં પાંચમા ક્રમે છે, જેણે ૧૩ મેચમાં ૫૫૫ રન બનાવ્યા છે.
સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની આ યાદીમાં, વિરાટ કોહલી અને કેએલ રાહુલ જેવા બેટ્‌સમેન ટોચના ૫માંથી બહાર થઈ ગયા છે. ઓરેન્જ કેપ યાદીમાં વિરાટ છઠ્ઠા ક્રમે છે, તેણે ૧૩ મેચમાં ૫૪૨ રન બનાવ્યા છે. દિલ્હી કેપિટલ્સના કેએલ રાહુલ સાતમા ક્રમે છે, જેણે ૧૩ મેચમાં ૫૩૩ રન બનાવ્યા છે. અભિષેક શર્મા એટલી જ મેચમાં ૫૦૭ રન બનાવીને યાદીમાં આઠમા ક્રમે છે.