બાબરા લોહાણા સમાજ દ્વારા વિદ્યાર્થીઓમાં સામાન્ય જ્ઞાન વધે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પ્રત્યે જાગૃતિ અને રસ કેળવાય તે હેતુથી જનરલ નોલેજ કોમ્પિટિશન-૨૦૨૬નું આયોજન બાબરા કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં બાબરા તાલુકાના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પરીક્ષામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ તેમજ ઉપસ્થિત રહી સહકાર આપનાર વાલીઓનો લોહાણા મહાજન, બાબરા તથા લોહાણા મહાપરિષદ, બાબરા તાલુકા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપનાર સમાજબંધુઓ, કાર્યકરો અને આયોજકોનો પણ આભાર માનવામાં આવ્યો હતો.