સાવરકુંડલા શહેરના સ્પોટ્ર્સ કોમ્પ્લેક્સ ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત કબડ્ડી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં સાવરકુંડલા તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી આશરે ૨૦ ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અન્ડર-૧૭ ભાઈઓની કબડ્ડી સ્પર્ધામાં ૧૦ થી વધુ ટીમો વચ્ચે રમાયેલી સ્પર્ધામાં લોકશાળા ખડસલીની ટીમે શાનદાર રમતનું પ્રદર્શન કરી વિજેતા બની હતી. ખડસલીના ખેલાડીઓએ શરૂઆતથી જ આક્રમક અને શિસ્તબધ્ધ રમત રમી વિરોધી ટીમોને પડકાર આપ્યો હતો. જ્યારે ઓપન કબડ્ડીમાં જીદ્ભય્દ્ભ અને ખડસલી લાયન્સ વચ્ચે ફાઇનલ મુકાબલો રમાયો હતો. જેમાં ભારે રોમાંચક ટક્કર બાદ ખડસલી લાયન્સની ટીમ રનર્સઅપ રહી હતી. હવે ખડસલી લાયન્સની ટીમ સાવરકુંડલા તાલુકાનું પ્રતિનિધિત્વ કરી જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં ભાગ લેશે. ટીમની સિદ્ધિથી ખડસલી ગામમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.








































