બાબરામાં તાજેતરમાં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર-૩માં ચૂંટાયેલા સભ્યો દેવશીભાઈ મારૂ, મહેશભાઈ પીપળવા, મનીષાબેન સરવૈયા, રાજેશ્વરીબેન બસિયાનું સ્થાનિક મતદારો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં દેવીપૂજક વિસ્તાર ખોડિયારનગર કરિયાણા રોડ ખાતે ફુલહાર શાલ ઓઢાડી આ સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. ભાવનગર રોડ વિસ્તારના આગેવાન વિનુભાઈ કામડ અને કુટુંબીજનો દ્વારા ફૂલહાર-શાલથી સન્માન કરવામાં આવ્યું હતું. વાલ્મિકી સમાજના આગેવાનો દ્વારા પણ નવા ચૂંટાયેલ સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ચૂંટાયેલા સભ્યોએ વોર્ડ નંબર ૩ના લોકોની કોઈપણ સમસ્યા હોય તો તેના તુરંત નિકાલ કરવાનું વચન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત નરેશભાઈ મારૂ, નિવૃત એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પી. એલ.મારૂ, અમદાવાદના અનુ. જાતિ સમાજના પ્રમુખ અરવિંદભાઈ પરમાર, સામાજિક આગેવાન મંગાદાદા મારૂ, જયરાજભાઈ બસિયા, લાલભાઈ સરવૈયાનું પણ બહુમાન કરાયું હતું.








































