બાબરા શહેરના અમરાપરા વિસ્તારમાં તાવેથીયા શેરી ખાતે આવેલી આંગણવાડીમાં આંગણઉત્સવ-૨૦૨૬ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. કાર્યક્રમમાં મુકેશભાઈ ખોખરીયા, ભરતભાઈ ભારદીયા તેમજ અસ્મિતાબેન અજીતભાઈ ખોખરીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બાળકોનો ઉત્સાહ વધારી આવા કાર્યક્રમો બાળકોમાં આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતા વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે બાળકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા દર્શનાબેન સોરઠીયા, આરતીબેન જોશી, જયશ્રીબેન રમણા સહિતે જહેમત ઉઠાવી હતી.