પાકિસ્તાન સામે એશિયા કપ મેચનો બહિષ્કાર કરવાની માંગણી વચ્ચે ભારતીય ટીમ રવિવારે તેનું વિજયી અભિયાન ચાલુ રાખવા માટે રમશે. ઓપરેશન સિંદૂર પછી આ પહેલી વાર હશે જ્યારે ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો એકબીજા સામે રમતી જોવા મળશે. આ મેચ અંગે વિરોધના અવાજા પણ ઉઠી રહ્યા છે, પરંતુ બંને દેશોના ખેલાડીઓ મેદાન પર એકબીજાનો સામનો કરવા માટે તૈયાર છે. ભારત અને પાકિસ્તાન બંનેએ એશિયા કપમાં પોતાના અભિયાનની શરૂઆત જીત સાથે કરી છે.કટ્ટર હરીફ પાકિસ્તાન સામે બહુરાષ્ટ્રિય ટુર્નામેન્ટમાં રેકોર્ડને ધ્યાનમાં રાખીને ભારતનો હાથ ઉપર છે. રસપ્રદ વાત એ છે કે, આ વખતે ચાહકોમાં આ મેચ અંગે ઉત્સાહ થોડો ઓછો જાવા મળી રહ્યો છે. હકીકતમાં, એપ્રિલમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, ભારતે ઓપરેશન સિંદૂર સાથે લશ્કરી કાર્યવાહી શરૂ કરી હતી, જેના પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદ વધ્યો હતો. આ કારણે, મેચનો બહિષ્કાર કરવાની માંગ કરવામાં આવી છે. મેચ માટે હજારો ટિકિટો હજુ પણ ઉપલબ્ધ છે અને શુક્રવારે ભારતના પ્રેÂક્ટસ સત્રમાં ખૂબ ઓછા દર્શકો હાજર રહ્યા હતા. મેચ અંગેનો ઉત્સાહ પણ પહેલા જેવો ગાયબ છે. સોશિયલ મીડિયા પર અપીલ કરવામાં આવી રહી છે કે ભારતે આ મેચનો બહિષ્કાર કરવો જાઈએ, તેથી કોઈને ખબર નથી કે રવિવારે કેટલા બીસીસીઆઇ અધિકારીઓ મેચ જાવા આવશે, નહીં તો બંને દેશો વચ્ચેની મેચ દરમિયાન મોટી સંખ્યામાં અધિકારીઓ હાજર રહેતા હતા.આ વખતે ભારતીય ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી નહીં હોય જેમણે ટી ૨૦ આંતરરાષ્ટ્રિય મેચોમાંથી નિવૃત્તિ લીધી છે. જાકે, ટીમમાં શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ અને અભિષેક શર્મા જેવા બેટ્સમેન છે જે ઝડપી ક્રિકેટનો ઉત્સાહ જાળવી રાખવામાં સક્ષમ છે.યુએઈ સામેની એશિયા કપ મેચમાં ભારતે પ્લેઇંગ-૧૧ માં ત્રણ સ્પિનરો અને એક નિષ્ણાત ફાસ્ટ બોલરને તક આપી હતી. ભારતે તે મેચમાં અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવની સ્પિન બોલિંગ ત્રિપુટી સાથે પ્રવેશ કર્યો હતો, જ્યારે જસપ્રીત બુમરાહ એકમાત્ર નિષ્ણાત ફાસ્ટ બોલર હતો. એ જાવું રસપ્રદ રહેશે કે ભારત પણ આ જ રણનીતિ સાથે આગળ વધે છે કે પાકિસ્તાન સામેની મેચના મહત્વને ધ્યાનમાં રાખીને કેટલાક ફેરફારો કરે છે.ભારત માટે ત્રણ સ્પિનરો અને એક નિષ્ણાત ફાસ્ટ બોલર સાથે જવું ફાયદાકારક હતું અને સ્પિનરોએ દુબઈની પીચ પર શાનદાર પ્રદર્શન કર્યું. આવી સ્થિતિમાં, ભારત પ્લેઇંગ-૧૧માં કોઈ ફેરફાર કરે તેવી શક્યતા ઓછી છે. જા ભારત ફેરફાર કરવા માંગે છે, તો તે એક સ્પિનરને ઘટાડી શકે છે અને ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને તક આપી શકે છે, જે છેલ્લી મેચમાં રમ્યો ન હતો. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે અર્શદીપની જગ્યાએ પ્લેઇંગ-૧૧માંથી કયા ખેલાડીને બહાર કરી શકાય છે. બોલિંગ ઉપરાંત, અક્ષર બેટથી મજબૂત પ્રદર્શન કરવાની ક્ષમતા ધરાવે છે, તેથી તે ઇલેવનમાં રહેશે તે નિશ્ચિત છે. એટલે કે, જા અર્શદીપને તક આપવામાં આવે, તો વરુણ અને કુલદીપમાંથી એકને બહાર બેસવું પડી શકે છે.ભારતનો બેટિંગ ઓર્ડર બોલિંગ કરતાં પાકિસ્તાનને વધુ ચિંતા કરશે. જા ગિલ, અભિષેક, સંજુ સેમસન, સૂર્યકુમાર, તિલક વર્મા, હાર્દિક પંડ્યા અને શિવમ દુબે મેદાનમાં ઉતરે તો તેઓ કોઈપણ બોલિંગ આક્રમણનો નાશ કરી શકે છે. ઓલરાઉન્ડરોની વાત કરીએ તો, ફહીમ અશરફ અને હાર્દિક વચ્ચે કોઈ સરખામણી નથી. ભારત માટે આદર્શ બેટિંગ લાઇન-અપ શોધવી મહત્વપૂર્ણ રહેશે. બેટિંગ ક્રમમાં સંજુ સેમસન અને દુબેનું સ્થાન મહત્વપૂર્ણ રહેશે. યુએઈ સામેની મેચ પહેલા, પ્લેઇંગ ઇલેવનમાંથી સેમસનનું બાકાત રહેવું નિશ્ચિત માનવામાં આવતું હતું, પરંતુ ટીમ મેનેજમેન્ટે જીતેશ શર્મા કરતાં સેમસનના અનુભવને પ્રાધાન્ય આપ્યું.એશિયા કપ મેચ માટે ભારત અને પાકિસ્તાનની સંભવિત પ્લેઈંગ-૧૧ આ પ્રમાણે છેભારતઃ શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ.પાકિસ્તાનઃ સામ અયુબ, સાહિબજાદા ફરહાન, મોહમ્મદ હરિસ (વિકેટકીપર), ફખર જમાન, સલમાન આગા (કેપ્ટન), હસન નવાઝ, મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, શાહીન આફ્રિદી, સુફયાન મુકીમ, અબરાર અહેમદ














































