બગસરા પાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમના ૧૨માં તબક્કાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાલિકા ચીફ ઓફિસર કાતરીયા અને મામલદાર પી. આર. પરમારની હાજરીમાં લોકોની વિવિધ પ્રકારની અરજીઓનો સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં આવકના દાખલા, જાતિના દાખલા, રેશનકાર્ડમાં નામ કમી કે ઉમેરો કરવા, આધારકાર્ડને લગતી વિગતો, ઁસ્ત્નરૂ માં અરજી, પશુપાલન અને આદિજાતિ વિભાગની વિવિધ યોજનાઓ, લગ્નનોંધણી પ્રમાણપત્ર, જન્મ-મરણ પ્રમાણપત્ર, જિલ્લા ઉદ્યોગને લગતી સહાય તેમજ સીટી અને વિભાગને લગતી સેવાઓ સહિતની તમામ માહિતી અને અરજીઓનો સમાવેશ થતો હતો. આ કાર્યક્રમનો લાભ ૪૦૦ કરતા વધારે લાભાર્થીઓએ લીધો હતો.










































