ચલાલામાં રહેતા દલપતભાઈ રણછોડદાસ દેવમુરારી (ઉં.વ. ૭૦)એ જાહેર કર્યા મુજબ, મુકેશભાઈ દલપતભાઈ દેવમુરારી (ઉં.વ.૩૫) ગોપાલગ્રામ રોડ પર આવેલી દાનવ ગુરુકુળ પાછળની વાડીએ મોટર ચાલુ કરવા ગયા હતા. તે વખતે તેમને ઈલેક્ટ્રિક શોક લાગતાં તેમનું ઘટનાસ્થળે જ
મૃત્યુ થયું હતું. બનાવ અંગે ચલાલા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. માધવજીભાઈ લક્ષ્મણભાઈ ડાભી વધુ તપાસ કરી રહ્યા છે.









































