બાબાપુર, મેડી, તરવડા, માંડવડા અને નાના સરંભડા સહિતના ગ્રામજનોને વહેલી સવારે બાબાપુર ચોકડીથી અમરેલી-જુનાગઢ બસ પકડવી પડે છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ વહેલી સવારે અમરેલી કે જુનાગઢ જવાનું હોય ત્યારે બાબાપુર ચોકડી સુધી જવું પડે છે, જેના કારણે મુસાફરોને મુશ્કેલી પડે છે. ભંડારીયા અને જાળીયા સુધી બસ સેવા ઉપલબ્ધ હોય તો બાબાપુર માટે પણ બસ શરૂ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે. ઉપરાંત આ વિસ્તારમાં સિંહ અને દીપડાનો પણ ત્રાસ રહે છે. જેથી વહેલી સવારે બસ પકડવા માટે ગ્રામજનોએ ભયના માહોલ વચ્ચે બાબાપુર ચોકડી સુધી જવુ પડતુ હોવાથી વહેલી સવારની અમરેલી-જૂનાગઢ બસ બાબાપુર ગામમાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી છે.








































