બગસરા ડેપો ખાતે એસ.ટી. વિભાગ દ્વારા કર્મચારીઓના આરોગ્યની ચકાસણી માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન ડેપોના ડ્રાઇવર, કંડક્ટર તેમજ અન્ય સ્ટાફના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. તબીબોની ટીમ દ્વારા બ્લડ પ્રેશર, બ્લડ શુગર સહિત વિવિધ આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. કર્મચારીઓને સ્વાસ્થ્ય જાળવવા માટે જરૂરી માર્ગદર્શન અને સલાહ પણ આપવામાં આવી હતી. ડેપો મેનેજર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.









































