સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે યુએસએ ટીમ સામે ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ માં તેની પહેલી મેચ રમી રહી છે. આ મેચમાં, ભારતીય ટીમે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરી. ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં એવું કંઈક હતું જે પહેલાં ક્યારેય જાવા મળ્યું ન હતું. ટીમ ઈન્ડિયા માટે બે ડાબા હાથના બેટ્સમેનોએ બેટિંગ શરૂ કરી હતી, જ્યારે એક ડાબા હાથનો ખેલાડી પણ નંબર ૩ પર દેખાયો હતો. વધુમાં, અભિષેક શર્મા અને ઈશાન કિશનની જાડી પણ એક ખાસ યાદીનો ભાગ બની હતી.
યુએસએ સામેની ટી ૨૦ વર્લ્ડ કપ મેચમાં, ટીમ ઈન્ડિયાના ટોચના ૩ બેટ્સમેન ડાબા હાથના હતા. અભિષેક શર્મા અને ઈશાન કિશન બેટિંગ શરૂ કરી રહ્યા હતા, જ્યારે તિલક વર્માએ નંબર ૩ પર બેટિંગ કરી હતી.ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતીય ટીમ માટે આ પહેલી વાર છે. અગાઉ, આ ફક્ત વનડેમાં જાવા મળ્યું હતું, જ્યારે ૧૯૯૯ માં, બે વનડે માં ટોચના ૩ બેટ્સમેન ડાબા હાથના હતા.
વધુમાં, અભિષેક શર્મા અને ઈશાન કિશનની ઓપનિંગ જાડી ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારત માટે ચોથી ઓપનિંગ જાડી છે જ્યાં બંને ખેલાડીઓ ડાબા હાથના છે. આ પહેલા, શિખર ધવન-પાર્થિવ પટેલ, ગૌતમ ગંભીર અને ઇરફાન પઠાણ બે વાર ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં ટીમ ઇન્ડિયા માટે ઓપનિંગ કરી ચૂક્યા છે, જ્યારે ઇશાન કિશન અને ઋષભ પંત બે વાર ઓપનિંગ કરી ચૂક્યા છે. હવે, અભિષેક શર્મા અને ઇશાન કિશન આ યાદીમાં જાડાયા છે. અભિષેક-ઇશાન ટી૨૦ વર્લ્ડ કપમાં ભારત માટે ફક્ત બીજી ઓપનિંગ જાડી છે જેમાં બંને ખેલાડીઓ ડાબા હાથના છે.
ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ ની પહેલી મેચમાં, બધા ચાહકોને ભારતીય ટીમ પાસેથી વધુ સારા બેટિંગ પ્રદર્શનની અપેક્ષા હતી, પરંતુ તે બિલકુલ જાવા મળ્યું નહીં. ભારતીય ટીમે પાવરપ્લેમાં ચાર વિકેટ ગુમાવી દીધી અને ફક્ત ૪૬ રન જ બનાવી શક્યો. વધુમાં, ટીમ ઇન્ડિયાનો ૧૦ ઓવરમાં સ્કોર ફક્ત ૬૩ રન હતો. ૨૦૨૪ ટી૨૦ વર્લ્ડ કપ પછી ઘરેલુ મેદાન પર રમાયેલી ૧૮ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં આ ટીમ ઇન્ડિયાનો સૌથી ઓછો સ્કોર છે.














































