ધોરાજીમાં ગુજ્જર ક્ષત્રીય કડિયા સેવા સમાજ (શ્યામવાડી) તેમજ અને કેળવણી મંડળ શ્યામવાડીના સંયુક્ત ઉપક્રમે સતાધારના મહંત સંત શિરોમણી શામજીબાપુની ૪૩મી પુણ્યતિથિ મહોત્સવ ૨૭ જાન્યુઆરી-મંગળવારે ભવ્ય રીતે ઉજવાશે. આ અંગે સમાજના પ્રમુખ રાજેન્દ્રભાઈ યાદવ, મંત્રી લલીતભાઈ મકવાણા, કડિયા કેળવણી મંડળના પ્રમુખ કિશોરભાઈ વાઢેર, ઉપપ્રમુખ વિજયભાઈ મારુ, ધર્મેશભાઈ ગોહેલ મંત્રી વગેરેએ યાદીમાં જણાવેલ કે, શ્યામવાડી ખાતે સવારે ૯ઃ૦૦ કલાકે દીપ પ્રાગટ્ય, મહાપૂજા સાથે શામજીબાપુની પુણ્યતિથિ મહોત્સવનો પ્રારંભ કરાશે. આ સાથે સમાજના મહાનુભાવોના પ્રાસંગિક પ્રવચન બાદ મહોત્સવના ભાગ્યશાળી દાતાઓનું પણ સમાજ દ્વારા સન્માન કરાશે. ધોરાજી કડિયા જ્ઞાતિ પરિવારમાંથી જેણે સમાજમાં શ્રેષ્ઠ કામગીરી કરેલ છે તેઓનું પણ શ્યામવાડી દ્વારા સન્માન કરાશે. સમાજલક્ષી વિવિધ કાર્યક્રમો યોજાશે.








































