ધારી ખાતે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL)ના પેટા વિભાગીય કચેરી ધારી-૧/૨ દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન આસપાસના વિસ્તારની સફાઈ કરી પર્યાવરણના સંરક્ષણ માટે
વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. સ્વચ્છ પર્યાવરણ અને હરિયાળા આવતીકાલના સંદેશ સાથે ‘Clean Surroundings | Green Tomrorow’નો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય જે.વી. કાકડીયા, ધારી PGVCLના વાળા સાહેબ, મહિડા સાહેબ, તાલુકા ભાજપ પ્રમુખ મૃગેશભાઈ કોટડીયા, શહેર મહામંત્રી મુકેશભાઈ રૂપારેલિયા, નગરપાલિકાના ઉપપ્રમુખ પરેશભાઈ પટણી, જિલ્લા પંચાયતના સદસ્ય ઘનશ્યામભાઈ હિરપરા સહિત PGVCLનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.