આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વનડે શ્રેણીની છેલ્લી અને નિર્ણાયક મેચ ઇન્દોરમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતે તેના પ્લેઇંગ ૧૧માં એક ફેરફાર કર્યો છે. ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને પ્રસિદ્ધ કૃષ્ણાના સ્થાને સ્થાન આપવામાં આવ્યું છે. બાકીની ટીમમાં કોઈ ફેરફાર નથી. ટીમે નીતિશ કુમાર રેડ્ડી પર વિશ્વાસ જાળવી રાખ્યો છે.
કોચ ગૌતમ ગંભીરે અર્શદીપ સિંહને પહેલી બે વનડે માટે પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રાખ્યો હતો. પોતાની તકની રાહ જાતા બોલરે પહેલી ઓવરમાં બાઉન્ડ્રી આપ્યા પછી એક એવો બોલ ફેંક્્યો જેણે બીજા ઓપનરને આઉટ કર્યો. તે એક શાનદાર બોલ હતો.
ન્યુઝીલેન્ડ સામે ભારતીય બોલરોએ સારી શરૂઆત કરી. અર્શદીપે પહેલી ઓવરમાં વિકેટ લીધી અને હર્ષિત રાણાએ બીજી જ ઓવરમાં પહેલા બોલે સફળતા અપાવી. ઓપનર ડેવોન કોનવે ૫ રન બનાવીને રોહિત શર્માના હાથે કેચ આઉટ થયો.
અર્શદીપ સિંહે આવતાની સાથે જ પોતાની કુશળતા બતાવી. તેણે ન્યૂઝીલેન્ડ સામેની પહેલી ઓવરના ચોથા બોલ પર ઓપનર હેનરી નિકોલ્સને ક્લીન બોલ્ડ કર્યો. તેણે મેચના પહેલા બોલનો સામનો કર્યો અને કિવી બેટ્સમેનને ખબર જ ન પડી કે બોલ ક્યારે સ્ટમ્પ પર વાગ્યું.














































