જંતર-મંતર રમખાણ કેસમાં સ્વતંત્ર ભારદ્વાજને પટિયાલા હાઉસ કોર્ટ દ્વારા નિયમિત જામીન મંજૂર કરવામાં આવ્યા છે. કોર્ટે તેમને એસસી એસટી્ એક્ટ કેસમાં રાહત આપી. આ કેસમાં અગાઉ સ્વતંત્ર ભારદ્વાજને વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા. વચગાળાના જામીનની મુદત પૂરી થયા બાદ, કોર્ટે મંગળવાર, ૬ ઓક્ટોબરના રોજ યોજાયેલી સુનાવણીમાં તેમને નિયમિત જામીન આપ્યા હતા.આ કેસ જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન દરમિયાન નિશુ આઝાદના પિતા સંજય કુમાર પર થયેલા કથિત હુમલા સાથે સંબંધિત છે. સ્વતંત્ર ભારદ્વાજ પર વિરોધ પ્રદર્શન દરમિયાન સંજય કુમાર પર હુમલો કરવાનો આરોપ છે. દિલ્હી પોલીસે આ કેસના સંદર્ભમાં ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં સ્વતંત્ર ભારદ્વાજની અટકાયત કરી હતી.
પોલીસે બાદમાં સંજય કુમાર પર હુમલા સંબંધિત અગાઉ નોંધાયેલા કેસમાં એસસી/એસટી કાયદાની કલમો ઉમેરી. ત્યારબાદ, નવી ફરિયાદના આધારે સ્વતંત્ર ભારદ્વાજ સામે પોક્સો એક્ટ હેઠળ નવી એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદમાં પીડિતા સગીર હોવાનું જાણવા મળ્યું હતું.આ મામલો ફરી ચર્ચામાં આવ્યો જ્યારે સ્વતંત્ર ભારદ્વાજે એક પોડકાસ્ટમાં સંજય કુમાર પર થયેલા હુમલા વિશે વાત કરી. તેમણે દાવો કર્યો હતો કે તેઓ રાજકીય વ્યક્તિઓ સાથે પરિચિત હોવાથી હુમલા પછી પણ જેલમાં ગયા નથી. જાકે, તેમણે પાછળથી પોતાના નિવેદનની સ્પષ્ટતા કરતા કહ્યું કે તેમણે જે કંઈ કર્યું તે સ્વ-બચાવમાં કર્યું. જા તેમણે આમ ન કર્યું હોત, તો ટોળાએ તેમને માર મારીને મારી નાખ્યા હોત. તેમણે એમ પણ કહ્યું કે પોડકાસ્ટમાં તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન, કોકરોચ જનતા પાર્ટીના નેતાઓએ સ્વતંત્રની ધરપકડની માંગણી સાથે સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં વિરોધ પ્રદર્શન કર્યું.
નિશુએ રાહુલ ગાંધીને મદદ માટે અપીલ કરી. આ પછી, રાહુલ ગાંધીએ તેમને સમર્થન આપવાની ખાતરી આપી, તેમની પોસ્ટમાં લખ્યું, “નિશુ, ગભરાવાની કોઈ જરૂર નથી. હું તમારી સાથે છું. એ સ્પષ્ટ છે કે તમને નિશાન બનાવવામાં આવ્યા હતા કારણ કે તમે તમારા સમુદાય અને વિદ્યાર્થીઓના અધિકારો માટે બોલો છો. એક તરફ, અમિત શાહની દિલ્હી પોલીસ વિદ્યાર્થીઓ પર અમાનવીય ક્રૂરતા કરે છે, જ્યારે બીજી તરફ, દલિત છોકરીના પિતાનું માથું કાપી નાખનાર ગુનેગાર ખુલ્લેઆમ ફરે છે.” પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, તમે અને તમારા પક્ષના સભ્યો આવા ગુનેગારને કેમ બચાવી રહ્યા છો? શું હજુ પણ કાર્યવાહી થશે કે તમે કોઈનું રક્ષણ કરતા રહેશો? નિશુ, તમારી લડાઈ એકલી નથી. ન્યાય ન મળે ત્યાં સુધી અમે રોકાઈશું નહીં. જય ભીમ. જય બંધારણ.”







































