ઈઝરાયલ જઈ રહેલી ફ્લાઈટમાં કો-પાયલટના હુમલાથી ગંભીર રીતે ઘાયલ થવા છતાં ૧૭૪ મુસાફરોનો જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરની શૌર્યગાથાને બિરૂદાવતા ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેપ્ટન સ્મિતની અસીમ ખુમારી અને બહાદુરીને બિરદાવતા તેમને રાજ્યના અત્યંત પ્રતિષ્ઠિત ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ’ થી સન્માનિત કરવાની સત્તાવાર જાહેરાત કરી છે.
ઈઝરાયલ જઈ રહેલ ફ્લાઈટના પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરના સાહસને આજે આખી દુનિયા સલામ કરી રહી છે. હુમલાના કારણે લોહીલુહાણ હોવા છતા તેમણે અદમ્ય સાહસ દાખવીને ૧૭૪ મુસાફરોના જીવ બચાવ્યા, એ વાત અત્યંત પ્રેરણાદાયી અને સરાહનીય છે.
મૂળ ગુજરાતના આ વીર સપૂતે પોતાના શૌર્યથી સમગ્ર વિશ્વમાં ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે. તેમની રગોમાં વહેતી ગુજરાતી ખુમારી પર આપણને સૌને અત્યંત ગર્વ છે. તેમના આ અસાધારણ શૌર્ય અને માનવતાના કાર્યને સન્માનવા માટે, ગુજરાત સરકાર કેપ્ટન સ્મિત મચ્છરને ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ’ થી સન્માનિત કરશે. સમગ્ર ગુજરાત તેમના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરી રહ્યું છે. દેશવાસીઓની સંવેદના અને પ્રાર્થના કેપ્ટન સ્મિત મચ્છરની સાથે છે.
દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ‘ફ્લાયદુબઈ’ ના પ્લેનમાં થયેલા હુમલાનો સામનો કરતા કેપ્ટન સ્મિત મચ્છરે ૧૭૪ લોકોનો જીવ બચાવ્યા અને ફ્લાઇટને સુરક્ષિત લેન્ડ કરાવી. કો-પાયલટ દ્વારા ગંભીર રીતે ઘાયલ કરવામાં આવ્યા હોવા છતાં સ્મિત મચ્છરે હાર ન માની અને પોતાના જીવ કરતા ફ્લાઇટના પેસેન્જર્સના જીવને ઉપર રાખતા તેમણે સૌને બચાવી લીધા. સ્મિતે આ કામ કોઈ હીરો બનવા માટે નથી કર્યું અને એ જ કારણ છે કે આજે તે આખી દુનિયાના હીરો બની ગયા છે.
સ્મિત મચ્છર ગુજરાતના રહેવાસી છે અને ગુજરાત સહિત આખા ભારતને તેમના પર ગર્વ છે. આ જ વાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કહી. ભૂપેન્દ્ર પટેલે સ્મિત મચ્છરના નામે એક ઠ પોસ્ટમાં લખ્યું, ગુજરાત અને આખા દેશને ખૂબ ગર્વ છે. આકાશમાં કેપ્ટન સ્મિત મચ્છરે જે અદમ્ય સાહસ અને વીરતા દર્શાવી, તે ખરેખર કલ્પનાથી પર છે. ગંભીર રીતે ઘાયલ હોવા છતાં, તેમણે હુમલાખોરનો સામનો કર્યો, એક મોટી દુર્ઘટના ટાળી અને ૧૭૪ મુસાફરોના જીવ બચાવ્યા.
ભૂપેન્દ્ર પટેલે લખ્યું કે સ્મિત મચ્છર એક ગૌરવશાળી ભારતીય છે અને તેમની રગોમાં ગુજરાતી લોહી દોડે છે, જે તેમની હિંમતનું સાચું ઉદાહરણ છે. ગુજરાતી મૂળના આ બહાદુર પુત્રે વૈÂશ્વક મંચ પર સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું છે.ભૂપેન્દ્ર પટેલે સ્મિત મચ્છરની અસાધારણ બહાદુરીને સલામ કરી અને તેમના જલ્દી તથા સંપૂર્ણ સ્વસ્થ થવાની કામના કરી.









































