લીલીયા અમૃતબા વિદ્યાલય ખાતે ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ આયોજિત સ્વાવલંબન યાત્રા આવી પહોંચી હતી. તારીખ ૧૦ થી ૧૫ નવેમ્બર દરમિયાન સમગ્ર ગુજરાતમાં સ્વાલંબન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના આશરે ૨૫૦૦ વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સ્ટાફ તથા બિન શૈક્ષણિક સેવકો જોડાયા છે. આ સમગ્ર યાત્રા ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા ડો. હર્ષદ ભાઈ પટેલના માર્ગદર્શન તળે ગ્રામ્યજીવન એક ઘટક તરીકે અમરેલી જિલ્લાના વતની ૬૩ વિદ્યાર્થીઓની ૬ ટુકડીઓ અને ૬ માર્ગદર્શકો કાર્યરત છે.સમગ્ર અમરેલી જિલ્લાના કોઓર્ડીનેટર પ્રોફેસર ડાહ્યાભાઈ પટેલ સહિતના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ શ્રી અમૃતબા વિદ્યાલયમાં આવી ૬૦૦ જેટલા વિદ્યાર્થીઓને સ્વાવલંબન યાત્રા અંતર્ગત માહિતી પૂરી પાડેલ.આ તકે શાળાના આચાર્ય હસમુખભાઈ કરડ સહિતના સ્ટાફ કર્મચારીઓ આ યાત્રામાં જોડાયા હતા.