બનાસકાંઠા જેવા શાંત અને સરહદી જિલ્લામાં જૈશ-એ-મોહમ્મદના આતંકીઓનું કનેક્શન સામે આવતા સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે. પકડાયેલા ૮ આતંકીઓમાંથી ૭ આતંકીઓ ગુજરાતના અને એમાંથી પણ મોટા ભાગના બનાસકાંઠાના હોવાના ખુલાસા બાદ હવે હિન્દુ સંગઠનો લાલઘૂમ થયા છે. આજે પાલનપુરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને આતંકીઓના ઘર પર બુલડોઝર ફેરવીને દેશદ્રોહીઓને ફાંસી આપવાની ઉગ્ર માગ કરવામાં આવી છે.
બનાસકાંઠાની ધરા પર આતંકવાદના આકાઓનું નેટવર્ક પર્દાફાશ થતાં સ્થાનિકોમાં ફફડાટ અને આક્રોશ બંને સાથે જાવા મળી રહ્યા છે. કાશ્મીર કે અન્ય સરહદો પર સંભળાતું જૈશ-એ-મોહમ્મદનું નામ હવે બનાસકાંઠાના ગામડાઓ સાથે જાડાયું છે. આ ઘટનાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદના નેતૃત્વમાં પાલનપુર કલેક્ટર કચેરીએ ઉમટી પડ્યા હતા અને આતંકીઓ સામે કડક કાર્યવાહીની માગ કરી હતી.
વિહિપ દ્વારા કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં માત્ર તપાસ જ નહીં, પરંતુ આતંકીઓની શાન ઠેકાણે લાવવા માટે ઉત્તર પ્રદેશ જેવી ‘બુલડોઝર એક્શન’ની માગ કરવામાં આવી છે. સંગઠનનું કહેવું છે કે, દેશની સુરક્ષા સામે ખતરો ઊભો કરનારા તત્વોની મિલકતો જપ્ત કરી તેના પર બુલડોઝર ફેરવી દેવું જાઈએ જેથી ભવિષ્યમાં કોઈ આવું દુઃસાહસ ન કરે. આવેદનપત્રમાં વધુ એક ચોંકાવનારો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. બનાસકાંઠાના ભાગળ સહિતના મુÂસ્લમ પ્રભુત્વ ધરાવતા ગામોમાં ચાલતા મદ્રેસાઓ શંકાના દાયરામાં આવ્યા છે. હિન્દુ સંગઠનોની માગ છે કે આ મદ્રેસાઓમાં ધર્મના નામે યુવાનોને ભટકાવવાનું અને આતંકવાદના પાઠ ભણાવવાનું મોટું નેટવર્ક ચાલી રહ્યું હોઈ શકે છે, જેથી પોલીસે અહીં ઊંડાણપૂર્વક તપાસ કરવી જરૂરી છે.
નોંધનીય છે કે, પાલનપુરમાંથી પકડાયેલા શખ્શોના ઘરે સુરક્ષા એજન્સીઓ દ્વારા અગાઉ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. ભાગળ ગામે એટીએસ, એલસીબી, એસઓજી સીઆઇડી, તાલુકા પોલીસ સહીત ચેતક કમાન્ડોની ટીમ સાથે સર્ચ હાથ ધરાયું હતું, તેમજ વિવિધ દસ્તાવેજાની ચકાસણી કરવામાં આવી હતી. છંજ દ્વારા ભાગળ ગામના ઇબ્રાહીમ મહમંદના ઘરે ત્રણ કલાક સુધી પુછપરછ હાથ ધરાઈ હતી. ત્યારબાદ અન્ય ત્રણ શખશોના ઘરે પણ એટીએસ દ્વારા પુછપરછ હાથ ધરાઈ હતી.
આ મામલે ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાન્ત પંડ્યાનું નિવેદન પણ સામે આવ્યું હતું તાજેતરમાં એટીએસ દ્વારા પકડાયેલા શંકાસ્પદ આતંકીઓ અને જૈશ-એ-મોહમ્મદ સાથેના તેમના કનેક્શનને લઈને એક મહત્વનું નિવેદન જાહેર કર્યંં હતું કે, બનાસકાંઠા જિલ્લોએ પાકિસ્તાન અને રાજસ્થાનની સરહદને અડીને આવેલો સંવેદનશીલ જિલ્લો છે. અહીં આ પ્રકારની કોઈ પણ રાષ્ટÙવિરોધી પ્રવૃત્તિ કદાપી ચલાવી લેવામાં આવશે નહીં. જા કાયદો તોડશો તો તમે તૂટી જશો તે સમજી લેજા. છેલ્લા ૨૫ વર્ષથી ગુજરાતમાં જે શાંતિ છે તેને ડહોળવાનો પ્રયાસ કરનારને જડબાતોડ જવાબ આપવામાં આવશે.






































