ધોરાજી ખોડલધામ પરિવાર દ્વારા આગામી ૧૧ જુલાઈ ૨૦૨૬ના રોજ મેગા બ્લડ ડોનેશન અને નિશુલ્ક નિદાન કેમ્પ યોજાશે. લેઉવા પટેલ સમાજના અગ્રણી નરેશભાઈ પટેલના ૬૧મા જન્મદિવસ નિમિત્તે આયોજિત આ કેમ્પના આયોજન માટે અરવિંદભાઈ વોરાના અધ્યક્ષ સ્થાને એક વિશેષ બેઠક મળી હતી. કૂંડારીયા કેન્સર ફાઉન્ડેશન અને બીટી સવાણી કિડની હોસ્પિટલના સહયોગથી આ કેમ્પમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ તેમજ હિમોગ્લોબીનની મફત તપાસ કરી જરૂરી દવાઓ વિતરણ કરાશે. ધોરાજીની વિવિધ સેવાભાવી કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.







































