ગીર સોમનાથના તાલાલામાં સગા સંબંધોને શર્મસાર કરતી હત્યાની ઘટના સામે આવી છે રાતીધાર ગામે વહેલી સવારે ઘરમાં સૂતેલા ભત્રીજા પર તેના જ કાકાએ કુહાડીથી હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હોવાનો આરોપ છે હત્યાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી છે પોલીસે આરોપી કાકાની ધરપકડ કરી છે, જ્યારે હત્યામાં વપરાયેલી કુહાડી હજુ રિકવર કરવાની બાકી છે.આ ઘટના છે ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના રાતીધાર ગામની વહેલી સવારે અંદાજે સાડા પાંચ વાગ્યાનો સમય પરિવારના સભ્યો ઊંઘમાં હતા અને ઘરમાં પ્રવીણ બચુ સોલંકી પણ ઊંઘી રહ્યા હતા ત્યારે તેમના જ સગા કાકા ધીરુ સોલંકીએ તેમના પર કુહાડી વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. કુહાડીના ઘા વાગતા ૪૫ વર્ષીય પ્રવીણ સોલંકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ ગામમાં ચકચાર મચી ગઈ હતી અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પ્રાથમિક તપાસમાં હત્યા પાછળ જૂનું મનદુઃખ હોવાનું સામે આવ્યું છે પોલીસ તપાસ મુજબ, મૃતક પ્રવીણ સોલંકીને આરોપી ધીરુ સોલંકીના દીકરાઓ સાથે મહિનાઓ પહેલાં ઝઘડો થયો હતો આ જ જૂના ઝઘડાનું વેર રાખીને હત્યા કરવામાં આવી હોવાની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે જાકે હત્યા પાછળનું ચોક્કસ કારણ શું હતું અને ઘટનાક્રમ કેવી રીતે બન્યો, તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.
હત્યા બાદ પોલીસે આરોપી ધીરુ સોલંકીને ઝડપી લીધો છે પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મહત્વની વાત એ છે કે હત્યામાં વપરાયેલી હોવાનું કહેવાતી કુહાડી હજુ સુધી પોલીસને મળી નથી જેથી પોલીસ હવે હથિયારની શોધખોળ સાથે ઘટનાના અન્ય પાસાઓની પણ તપાસ કરી રહી છે પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે સાથે જ ઘટનાસ્થળેથી મળેલા પુરાવા, સાક્ષીઓના નિવેદનો અને આરોપીની પૂછપરછના આધારે સમગ્ર હત્યા કેસની કડીઓ જાડવામાં આવી રહી છે. રાતીધાર ગામે સગા કાકા પર જ ભત્રીજાની હત્યાનો આરોપ લાગતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. જૂના ઝઘડાનું વેર રાખીને હત્યા કરવામાં આવી હોવાની પોલીસની પ્રાથમિક તપાસ છે. હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને હત્યામાં વપરાયેલી કુહાડીની શોધ સહિત સમગ્ર મામલે તાલાલા પોલીસની તપાસ ચાલી રહી છે.