એક દીકરી પછી દીકરો જ જાઈએ આ એક જ વાક્્યે એક ગુજરાતી પરિવારને તોડી નાખ્યો. કેનેડાના પર્મનન્ટ રેસિડેન્સી ધરાવતા યુવકે પત્નીને ૧૩ વર્ષ સુધી માનસિક અને શારીરિક ત્રાસ આપ્યો હતો. બે વખત ગર્ભમાં દીકરી હોવાનું જાણીને ગર્ભપાત કરાવ્યો હતો. એટલું જ નહીં છેલ્લે થાઈલેન્ડમાં આઇવીએફ માટે લઈ જઈને પણ માર માર્યો હતો. આખરે કંટાળેલી પત્નીએ મોરબી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, પરંતુ આરોપી પતિ કેનેડા ભાગી ગયો છે.
મોરબીના લીલાપર રોડ પર આવેલા ઋષિકેશ એપાર્ટમેન્ટમાં રહેતી ૩૮ વર્ષીય અભિલાષા હર્ષદ કડીવારે મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ હર્ષદ મનજી કડીવાર, સાસુ ચંપાબેન મનજી કડીવાર અને જેઠ જીજ્ઞેશ મનજી કડીવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેણે આરોપ મૂક્્યો છે કે પરિવારે તેને કરિયાવર ન લાવવા બદલ ત્રાસ આપ્યો, માર માર્યો અને દીકરી પછી દીકરો ન થવાથી બે વખત ગર્ભપાત કરાવ્યો.
અભિલાષાના લગ્ન ૨૯ મે ૨૦૧૦ના રોજ મોરબીના હર્ષદ સાથે થયા હતા. શરૂઆતમાં બધું સારું હતું, પરંતુ દીકરીના જન્મ પછી જીવન નર્ક બની ગયું હતું. પતિ, સાસુ અને જેઠે તેને અવારનવાર મેણા-ટોણા મારવા માંડ્યા હતા.”તારા બાપના ઘરેથી કરિયાવર લાવેલી નથી”, “અમારા મોભા પ્રમાણે તું યોગ્ય નથી” જેવા વાક્્યોથી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. ઘરકામમાં ખોટો વાંક કાઢીને માર મારવામાં આવતો હતો. તેના માતા-પિતા સાથે પણ સંપર્ક કરવા દેવામાં આવતો નહીં.
સૌથી મોટો આઘાત તો ૨૦૧૮માં આવ્યો. અભિલાષા બે વખત ગર્ભ રાખ્યો, પરંતુ સેક્સ ડિટર્મિનેશન કરાવીને દીકરી હોવાનું જાણી પતિ અને સાસરિયાઓએ ફરજિયાત ગર્ભપાત કરાવ્યો હતો. પહેલી વખત વાંકાનેરની શ્રદ્ધા હોÂસ્પટલમાં અને બીજી વખત રાજકોટની સિદ્ધિ વિનાયક હોસ્પિટલ માં આ ગર્ભપાત ક્રવવામાં આવ્યો હતો. અભિલાષાએ વિરોધ કર્યો પરંતુ પરિવારે દબાણ કરીને તેને મજબૂર કરી. તેણે કહ્યું, “મારી દીકરીનું ભવિષ્ય અને પરિવારની આબરૂના ડરથી હું ૧૩ વર્ષ સુધી આ ત્રાસ સહન કરતી રહી.”
સપ્ટેમ્બર ૨૦૨૫માં સસરાના શ્રાદ્ધ માટે ભારત આવ્યા હતા. ત્યારબાદ થાઈલેન્ડમાં આઇવીએફ સારવાર માટે બે વખત લઈ જવામાં આવી હતી. ત્યાં તેના પણ તેના પતિએ માર માર્યો હતો. અભિલાષાએ કંટાળીને મામાને મેસેજ કરી મદદ માંગી હતી. બીજે દિવસે અમદાવાદ આવીને તેના મામા તેને અને તેની દીકરીને તેમના ઘરે લઈ ગયા જ્યાથી તે ગોંડલ આવી ગઈ હતી. હાલ અભિલાષાએ મોરબી પોલીસમાં પતિ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે પરંતુ તે કેનેડા નાસી ગયો છે.અને સરકાર પાસે મારી માંગ છે કે મને ન્યાય અપાવે અને મારા પતિ વિરુધ્ધ કડક કાર્યવાહી કરે.










































