કુંકાવાવ તાલુકાના નાજાપુર ગામે તા. ૦૨/૧૦/૨૦૨૬ના રોજ યોજાયેલ ગ્રામસભામાં યોગ્ય જાહેર જાણ કરવામાં આવી ન હતી તેવો આક્ષેપ કૌશિક પાનસુરીયાએ કર્યા છે. તેમણે તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરીને જણાવ્યુ કે ગ્રામસભામાં ગામના માત્ર ૧૦ જેટલા વ્યક્તિઓ હાજર રહ્યા હતા અને પંચાયતના એકપણ ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા ન હતા. આથી કોરમ તથા નિયમોનું પાલન થયુ કે નહીં તેની તપાસ કરવામાં આવે અને કાર્યવાહી માન્ય ન ગણી ગ્રામસભા ફરીથી યોજવા માંગ કરાઈ છે. ગામના વિકાસના નિર્ણયો પારદર્શક રીતે લેવાય તે જરૂરી છે.




































