કર્ણાટકના મંત્રીમંડળનું વિસ્તરણ સોમવારે થઈ શકે છે. સૂત્રો અનુસાર, ૧૮ મંત્રીઓ ૩ ઓગસ્ટે શપથ લઈ શકે છે. આગામી વિધાનસભા ચૂંટણીના બે વર્ષ પહેલા, કોંગ્રેસ પાર્ટી નવા ચહેરાઓને સામેલ કરીને રાજ્યમાં નવી ઉર્જા દાખલ કરવા અને જાતિ સમીકરણોને સંતુલિત કરવાનો પ્રયાસ કરી રહી છે.અહેવાલ મુજબ, શુક્રવારે કોંગ્રેસના ઘણા ધારાસભ્યોએ ખુલ્લેઆમ મંત્રી પદની માંગણી કરી હતી, જ્યારે ઘણા નેતાઓએ સંકેત આપ્યો હતો કે પાર્ટીનું હાઇકમાન્ડ દિલ્હીમાં ચર્ચા પછી અંતિમ નિર્ણય લેશે. દિલ્હીમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને લગભગ બે કલાક ચાલેલી બેઠક બાદ આ અટકળોને વધુ બળ મળ્યું. નોંધનીય છે કે ડીકે શિવકુમારે જૂનમાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સંભવિત મંત્રીમંડળમાં જે સભ્યોને સામેલ કરવામાં આવશે તેમાં લિંગાયત સમુદાયમાંથી,એસ.એસ. મલ્લિકાર્જુન,લક્ષ્મી હેબ્બલકર,લક્ષ્મણ સાવદી,યશવંત ગૌડા પાટિલ, નુજાત,નાગેન્દ્ર,સામાન્ય શ્રેણી (આગળની જાતિ),અજય સિંહ,મુસ્લિમ ,રિઝવાન/ઝમીર,પોન્ના,શિવરાજ થંગડગી,બસવરાજ રાય રેડ્ડી,શરદ બચ્છે ગૌડા,મધુ બંગરપ્પા/ગવીયપ્પા આ ઉપરાંત અન્ય નામો જે ચર્ચામાં છે તેમાં બોસ રાજ અને રઘુ મૂર્તિ,શ્રીનિવાસ માને/સંતોષ લાડ,ઘણા ધારાસભ્યોએ મંત્રી બનવાની ઇચ્છા વ્યક્ત કરી છે.કોંગ્રેસના ધારાસભ્ય બસવરાજ રાયરેડ્ડીએ જણાવ્યું હતું કે પાર્ટી હાઇકમાન્ડ ટૂંક સમયમાં નવા મંત્રીઓની યાદીને અંતિમ સ્વરૂપ આપે તેવી અપેક્ષા છે. રાયરેડ્ડીએ જણાવ્યું હતું કે કેબિનેટ વિસ્તરણનો નિર્ણય પાર્ટી હાઇકમાન્ડ અને મુખ્યમંત્રી પર નિર્ભર છે, જે સોમવાર સુધીમાં થઈ શકે છે. “હું આ પદ માટે દાવેદાર નથી. પક્ષ અને મુખ્યમંત્રી આ અંગે નિર્ણય લેશે.” કોંગ્રેસના ધારાસભ્ય અશોક પટ્ટને જણાવ્યું હતું કે મંત્રીમંડળ વિસ્તરણની જાહેરાત રવિવારે સાંજે અથવા સોમવારે સવારે થવાની સંભાવના છે. પટ્ટને કહ્યું, “મારી માહિતી મુજબ, છૈંઝ્રઝ્ર મહાસચિવ કે.સી. વેણુગોપાલ રવિવારે સાંજે બેંગલુરુ પહોંચશે, અને આ જાહેરાત રવિવારે સાંજે અથવા સોમવારે સવારે થવાની સંભાવના છે.”
મંત્રી બનવાની તેમની ઇચ્છા વિશે પૂછવામાં આવતા, પટ્ટને કહ્યું, “હા, હું દાવેદાર છું. હજુ સુધી કોઈને ખબર નથી કે કયા નામોને મંજૂરી આપવામાં આવી છે.” કોંગ્રેસના ધારાસભ્ય નયના મોટમ્માએ પણ સોમવારે શપથ ગ્રહણ સમારોહ માટે આશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, “હું જે સમજું છું તે મુજબ, મંત્રીમંડળ વિસ્તરણ અથવા શપથ ગ્રહણ સમારોહ સોમવારે થવાની સંભાવના છે.” મોટમ્માએ કહ્યું કે તેમણે કોંગ્રેસ પ્રમુખ અને એઆઇસીસીના વરિષ્ઠ નેતાઓ સહિત પાર્ટી નેતૃત્વ સાથે મુલાકાત કરી છે. તેમણે કહ્યું કે જા કોંગ્રેસ હાઇકમાન્ડ મહિલાઓ માટે અનામતને ધ્યાનમાં રાખીને યુવાનોને તક આપવાનો નિર્ણય લે છે, તો તેઓ પાર્ટી અને સરકારની સેવા કરવામાં ખુશ થશે. કોંગ્રેસના ધારાસભ્ય શિવરાજ તંગદાગીએ કહ્યું, “મને વિશ્વાસ છે કે મને તક મળશે.” તેમણે એમ પણ કહ્યું કે પાર્ટી નેતૃત્વ અને મુખ્યમંત્રી જે પણ નિર્ણય લેશે તે તેઓ સ્વીકારશે. કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય શિવલિંગે ગૌડાએ પણ મંત્રીમંડળ વિસ્તરણ અંગે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું, “સોમવારે બધું જ ખબર પડી જશે.”