પશ્ચિમ બંગાળ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ એ શંકાસ્પદ આતંકવાદી હમીમ મંડલ સંબંધિત કેસમાં મોટી કાર્યવાહી કરી છે, જેમાં ઝારખંડના સાહિબગંજથી અર્પિતા સરકાર નામની મહિલાની ધરપકડ કરવામાં આવી છે. અર્પિતા હમીમ મંડલ સાથે સતત સંપર્કમાં હતી અને કથિત રીતે સંગઠિત નેટવર્ક માટે કામ કરતી હતી, હનીટ્રેપ દ્વારા પ્રભાવશાળી લોકોને નિશાન બનાવતી હતી. સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અનુસાર, બર્ધમાનમાં ધરપકડ કરાયેલા શંકાસ્પદ હમીમ મંડલની પૂછપરછ દરમિયાન મળેલા ઇનપુટ્સ અને ટેકનિકલ પુરાવાના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.તપાસ એજન્સીઓ હવે આ નેટવર્ક કેટલી હદ સુધી વિસ્તરે છે અને તેમાં અન્ય કોણ સંડોવાયેલ હોઈ શકે છે તે નક્કી કરવા માટે કામ કરી રહી છે. અર્પિતા સરકારની પૂછપરછ ચાલુ છે. એજન્સીઓ તેના મોબાઇલ ફોન, ડિજિટલ ઉપકરણો અને સંપર્કોની પણ તપાસ કરી રહી છે. અધિકારીઓ માને છે કે પૂછપરછમાં આ કથિત નેટવર્ક સંબંધિત મહત્વપૂર્ણ માહિતી બહાર આવી શકે છે.પશ્ચિમ બંગાળ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સએ ગુરુવારે બર્ધમાન શહેરમાંથી જૈશ-એ-મોહમ્મદના શંકાસ્પદ ઓપરેટિવ હમીમ મંડલની ધરપકડ કરી હતી.







































