અમરેલીની જાણીતી અને પ્રતિષ્ઠિત શીતલ કૂલ પ્રોડક્ટ્સ કંપનીએ વ્યાપાર ક્ષેત્રે વધુ એક મોટી હરણફાળ ભરી છે. આ કંપનીની વિવિધ પ્રોડક્ટ્સ હવે દક્ષિણ ભારતના વધુ બે રાજ્યોમાં પહોંચશે. રાજ્યના ઊર્જા મંત્રી કૌશિક વેકરીયા સવારે ૮ઃ૪૫ કલાકે લીલી ઝંડી આપીને આ પ્રોડક્ટ્સને રવાના કરશે. અત્યાર સુધી શીતલ કંપનીની પ્રોડક્ટ્સ દેશના ૮ રાજ્યોમાં ઉપલબ્ધ હતી, પરંતુ હવે તેમાં દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશ અને તામિલનાડુ એમ બે રાજ્યોનો ઉમેરો થતાં કુલ ૧૦ રાજ્યોમાં તેનો વિસ્તાર થયો છે. હવે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ અને તામિલનાડુના કોઈમ્બતુરના લોકોને પણ અમરેલીની પ્રખ્યાત શીતલ કંપનીની સ્વાદિષ્ટ પ્રોડક્ટ્સનો સ્વાદ માણવાનો લ્હાવો મળશે. કંપનીના આ નવા સાહસથી સમગ્ર પંથકમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.










































