આગામી સમયમાં અમરેલી જિલ્લામાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે. આ ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને અમરેલી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકાના સંભવિત ઉમેદવારોની પસંદગી માટે ‘સેન્સ’ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
આ પ્રક્રિયા દરમિયાન પક્ષના પદાધિકારીઓ અને નિરીક્ષકો દ્વારા દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા. આગામી ચૂંટણીમાં પક્ષ તરફથી લડવા માટે મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનોએ ઉત્સાહભેર પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ પ્રક્રિયા બાદ હવે પક્ષ મજબૂત અને જીતી શકે તેવા ઉમેદવારોના નામોની આખરી યાદી તૈયાર કરશે.